Sir P.T .Science College – Modasa


College campus, Dhansura Road. District: Aravalli, AT.Post: MODASA-383315 (GUJARAT)

Accredited with CGPA of 3.02 Seven point scale at A grade by NAAC Third Cycle.2025


Ranking with 4 STAR ⭐⭐⭐⭐ GSIRF 2024-25


Accredited with CGPA of 3.52 ‘A’ grade AAA, 2024.


Accredited with CGPA of 3.04 ‘A’ grade AAA by KCG, Government of Gujarat, 2017.

Media News


News Gallery

News Video

National Women’s Day અંતર્ગત વિજ્ઞાન સફર

અરવલ્લી=ચંદ્રયાન૨ નું લાઇવ પ્રશાર્ણ

કોરોનાને લઇને જનજાગૃતિ અભિયાન

યુવીસી ટાવર પ્રોજેક્ટનું મોડાસા ખાતે સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું

અરવલ્લીનાં વિદ્યાર્થીઓએ માણ્યું સાયન્સ કોલેજમાં ચન્દ્રયાન 2 નું લોન્ચ જીવંત પ્રસારણ

અરવલ્લી-કોરોના સામે લડતઆપવા બાયડના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે

નેશનલ ચિલ્ડ્રેન સાયન્સ કોન્ગ્રેસ 2019 હરીફાઈ યોજાઈ

અરવલ્લીની દીકરીએ નેશનલ ચિલ્ડ્રેન સાયન્સ કોંગ્રેસ 2019 હરિફાઈમાં બાજી મારી, રાજ્યનો એકમાત્ર પ્રોજેક્ટ પસંદ

મોડાસાની શ્રી એચ.એલ. સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર સાયન્સની બે વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા

અંકિત ચૌહાણ, અરવલ્લી : નેશનલ ચિલ્ડ્રેન સાયન્સ કોન્ગ્રેસ 2019 હરિફાઈ કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર યોજાઈ હતી. ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના માર્ગદર્શનથી શ્રુતિ પટેલ સરસ્વતી વિધાલય મોડાસાના પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનાં એક માત્ર શ્રેષ્ઠ આશાસ્પદ પ્રોજેકટ્સમાં સ્થાન પામતાં અરવલ્લીની દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019ની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ત્રણ બાળકોની પસંદગી થઇ હતી, જેમાં મોડાસાની શ્રી એચ.એલ. સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર સાયન્સની બે વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા. શ્રુતી પટેલએ નવજાત બાળકોમાં મગજના લગવા વિષે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આવા બાળકોમાં રહેવા રોગને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરી હતી, જેમાં અલગ અલગ પ્રકારની એલઇડી લાઈટ લગાવી હતી. જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય, જેથી બાળક શુ કહેવા માંગે છે તે જાણી શકાય છે. આ માટે વિદ્યાર્થિનીઓએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઇન બાળકોના ડોક્ટર સાથે મુલાકાત કરીને ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જિલ્લા કક્ષાથી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીએ સતત માર્ગદર્શન પૂરું પાડી રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ માટે સર પી.ટી. સાયન્સ કોલેજના ડો શૈલેષ પટેલ, કાર્યક્રમ સંયોજક અને પ્રા વેકરિયાને જિલ્લાના સફળ શૈક્ષણિક સંયોજક બદલ ગુજકોસ્ટ તરફથી અભિનંદન વર્ષા થઈ છે. ગુજકોસ્ટનાં મેમ્બર સેક્રેટેરી ડો નરોત્તમ શાહૂ, મ. લા. ગાંધી ઉ. કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી મંત્રી સુરેન્દ્રભાઈ શાહે શાળાના આચાર્ય, માર્ગદર્શક શિક્ષક અને શ્રુતિ પટેલને અભિનંદન પાઠવ્યા છે.