NSS Activities 2018


પ્રેસ નોટ

આજ રોજ તા:૧૯-૦૭-૨૦૧૮ નાં ગુરૂવારે સર.પી.ટી.સાયન્સ કોલેજ નાં બોટોનીકલ ગાર્ડનમાં કોલેજનાં NSS અને SRC નાં ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાનાં પ્રમુખ માન.શ્રી સુભાષભાઈ શાહ તેમજ નગરપાલિકાનાં ચીફ ઓફીસરશ્રી પ્રણવભાઈ પારેખ નાં હસ્તે વૃક્ષારોપણ થયું. આ કાર્યક્રમમાં કોલેજ નાં પ્રભારીમંત્રી શ્રી સુરેન્દ્રભાઈ શાહ , સહ પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ શાહ , કોલેજનાં આચાર્યશ્રી ડો.કે.પી.પટેલ તેમજ હે.ઉ.ગુ.યુ.નાં સેનેટ સભ્ય શ્રી કામેશભાઈ શાહ ઉપસ્થિત રહી અને વીદ્યાર્થીઓને પેરણા આપી હતી. વૃક્ષારોપણ કરતા નગરપાલિકાનાં પ્રમુખ માન.શ્રી સુભાષભાઈ શાહે વિદ્યાર્થીઓ પાસે વૃક્ષારોપણનાં શપથ લેવડાવ્યા હતા.તેમજ સ્વચ્છ્તા અભિયાનમાં તેમજ પ્લાસ્ટિક બેગ નિયંત્રણના અભિયાનમાં નગરપાલિકાને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમ NSS નાં પ્રો.ઓફીસર ડો.એચ.એસ.ખરાડીનાં માર્ગદર્શન નીચે યોજાયેલો . જેમાં SRC નાં અને NSS નાં પ્રો.ઓ.ડો.એસ.એમ.દવે સહીત સાયન્સ કોલેજ નાં તમામ સ્ટાફ સભ્યોએ સહકાર આપેલ હતો.