પ્રવેશોત્સવ


બી.એસ.સી પ્રવેશોત્સવ

તા.૨૦.૦૭.૨૦૧૮ ના શુક્રવારે સર.પી.ટી.સાયન્સ કોલેજ,મોડાસા માં SRC ના ઉપક્રમે F.Y.B.SC ના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો. આ નિમિત્તે મ.લા.ગાંધી ઉ.કે.મંડળ ના મંત્રીશ્રી અને કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુરેન્દ્રભાઈ શાહ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ માં સંસ્થાના આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલ તથા કોલેજના તમામ વિભાગના અધ્યક્ષ તેમજ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી રહી. કાર્યક્રમમાં વિભાગીય અધ્યક્ષો એ દરેક વિભાગની વિસ્તુત માહિતી આપી.કોલેજમાં ચાલતી સહ અભ્યાસક્રમ પ્રવુત્તિનો ચિતાર ડૉ.એચ.એસ.ખરાડી ડૉ.એસ.એમ.દવે એ આપી અધ્યક્ષ સ્થાનેથી પ્રભારી મંત્રીશ્રી સુરેન્દ્રભાઈ શાહે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી. કોલેજ કેમ્પસ તેમજ કોલેજ માં મળતી તમામ સગવડ નો લાભ લેવા અનુરોધ કર્યો. આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલ પણ શુભેચ્છા આપતા  જણાવ્યું કે સંસ્થાના માધ્યમથી જાગૃત રહીને સૌ વિદ્યાર્થીઓ યોગ્ય દિશા પકડે અને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે. કાર્યક્રમની આભારવિધિ SRC કમિટીના  પ્રો.હસમુખભાઈ પટેલે કરી હતી.